બુધવારે ચોકબજાર શાહપોર નજીક મેટ્રો ની ટનલ ખોદતી વેળાએ મોટી દુર્ઘટના બનતા ટળી છે.બપોરના સમયે ટનલ ખોદતી વેળાએ અચાનક રોડ 20 ફૂટ ઊંડો બેસી જતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.જેને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો.જ્યાં સ્થાનિક બે બિલ્ડિંગમાંથી વસવાટ ખાલી કરાવી દેવાયો હતો.ઘટના બાદ મેટ્રો ના અધિકારીઓએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી.સદનસીબે મોટી દુર્ઘટના.બનતા ટળી હતી.