આણંદ શહેર: જિલ્લામાં આણંદ સહીત વિવિધ 8 સ્થળોએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં 1221 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
આણંદ જિલ્લામાં ૦૮ જગ્યાઓ ઉપર યોજાયેલી રક્તદાન કેમ્પમાં ૧૨૨૧ યુનિટ રક્ત એકત્ર થયું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે આણંદ શહેર અને જિલ્લામાં ૦૮ તાલુકાઓ ખાતે કર્મચારી મહામંડળ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર દરમિયાન ૧૨૨૧ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ શિબિરોમાં જિલ્લા ભરના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.