મોતા ગામેથી ચોરાયેલ ટેમ્પો અંગે બારડોલી ગ્રામ્ય પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે ટેમ્પો સાથે આરોપીની ધરપકડ કરી કુલ અંદાજે રૂ. 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત તા. 25 નવેમ્બરનાં રોજ ઉમરાખ ગામની સીમામાંથી એક ટેમ્પો અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યો હતો. ચોરીની ફરિયાદ નોંધાતાં જ બારડોલી ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આરોપી ઉમરાખ ગામે રહેતો રવિન્દ્ર વિઠ્ઠલ પાટીલ હોવાનું ખુલ્યું છે.