લાઠી: મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા સમીક્ષા.
Lathi, Amreli | Nov 29, 2025 લાઠી ખાતે મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા સમીક્ષા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ લાઠી શહેર મામલતદાર કચેરીની મુલાકાત લઈને ચાલી રહેલી પ્રક્રિયાની વિગતવાર સમીક્ષા કરી. શહેર સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં તેમણે નવી નોંધણી, નામ રદ કરવાનું કાર્ય તથા જરૂરી સુધારણાઓ ઝડપી અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે આજે સાંજે ચાર કલાકે માર્ગદર્શન આપ્યું.”