ખંભાત શહેરના મેતપુરની કૃષ્ણનગર સોસાયટીમાં 23 વર્ષની યુવતી હિનાક્ષીબેન યોગેશભાઈ મિસ્ત્રી રહે છે.જે ગત 18 તારીખના રોજ ઘરેથી કોઈને કાંઈપણ કહ્યા વિના ક્યાય ગુમ થઈ ગઈ છે. લાગતા વળગતા તમામને ત્યાં શોધખોળ કરી પરંતુ તેણીનો કોઈ પતો લાગ્યો નથી. આખરે પરિવારે ખંભાત શહેર પોલીસે મથકે ફરિયાદ આપતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.