રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કારોબારી સભ્ય શ્રી નિલેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા નાંદોદ તાલુકા શિક્ષક સંઘ તરફથી તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે પેન્સિલ રબર બોલપેનની કીટ આપવામાં આવી. પ્રાર્થના ,સ્વાગત ગીત રજૂ કરનાર બાળાઓને નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.