હિંમતનગર: હિંમતનગરના વીરાવાડા ગામે મકાનમાં લાગી આગ:ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
હિંમતનગર તાલુકાના વીરાવાડા ગામે આજે સવારે અળસા એક મકાનમાં આગ લાગી હતી જે અંગેનો કોલ હિંમતનગર ફાયર ટીમને મળતા ફાયરટીમ તાત્કાલિક વીરાવાડા ગામે સ્થળ પર પહોચી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી જોકે આગ લાગતા જ ઘરવખરી બળીને ખાખ થઇ હતી.ઘરમાં પાછળના છેલ્લા રૂમમાં મંદિરમાં સેવા પૂજાનો દીવો કર્યો હતો જે ઉંદરડો ખેચી લઇ ગયો હતો જેને લઈને ગોદડામાં આગ લાગી હતી જે ઘરમાં પ્રસરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી