જાફરાબાદ: જાફરાબાદના દરિયામાં જીવમરણની લડાઈ — કોસ્ટગાર્ડના વીજગતિ રેસ્ક્યુ ઓપરેશનથી ખલાસીનું પ્રાણરક્ષણ!
જાફરાબાદ દરિયામાંથી 60 નોટિકલ માઇલ દૂર મહેશ્વરી સાગર નામની બોટમાં એક ખલાસી ભીખુ નારણભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જાણ થતાં જ કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ટીમે સમુદ્રના મધ્યમાંથી ઇજાગ્રસ્તને સલામત રીતે બહાર કાઢીને પ્રાથમિક સારવાર આપીને દરીયા કાંઠે ખસેડ્યો. કોસ્ટગાર્ડની ઝડપી કામગીરીથી ખલાસીનું જીવન બચાવાયું.