મહુવા: નેસવડ જૂની અદાવતમાં ઘરમાં ઘૂસી પરિવાર પર હુમલો:
મહુવા શહેરમાં જૂની અદાવતને કારણે ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે. નેસવડ વિસ્તારમાં રહેતા યુવક અંજયભાઈ શિયાળના ઘરે મોડી રાત્રે ચાર શખ્સો ઘૂસી આવ્યા હતા અને પરિવાર પર આડેધડ હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ, લગભગ પંદર દિવસ પહેલા થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખીને આરોપીઓ રવિભાઈ પરમાર, નવલ કેશુભાઈ, મહેશ ઉર્ફે મયલો અને વિજય લાકડી અને પાઈપ જેવા હથિયારો સાથે ફરીયા