માનકુવા સ્થિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં નાતાલની ભાવસભર ઉજવણી માનકુવા: સમગ્ર વિશ્વ સાથે માનકુવા સ્થિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં પણ નાતાલના પવિત્ર તહેવારની ઉજવણી અત્યંત આનંદ, ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાતાલની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ઈસુ ખ્રિસ્તના જન્મની ઘટનાનું સુંદર રીતે વર્ણન કરતું નાટક રજૂ ક