દાંતા: બનાસ ડેરીના નવનિયુક્ત ડીરેક્ટર અમૃતજી ઠાકોર અંબાજી માતાના દર્શન કરવા પહોંચ્યા માતાજીના આશીર્વાદ લીધા
હાલમાં બનાસ ડેરીની ચૂંટણી થઈ છે ત્યારે એકમાત્ર સીટ માટે ચૂંટણી થઈ હતી તેવી દાંતા સીટના વિજેતા ઉમેદવાર અમૃતજી ઠાકોર ચૂંટણી જીત્યા બાદ આજરોજ અંબાજી મા ના દર્શન કરવા પહોંચ્યા હતા તેમણે માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને મંદિરના શિખરે ધજા ચડાવી હતી તેમણે જીતનો શ્રેય પશુપાલક અને માતા બહેનોના આશીર્વાદને આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે તેમના મતદારોને હાઈજેક કરવામાં આવ્યા હતા પરંતુ માતાજીના આશીર્વાદથી તેઓ જીત મેળવી શક્યા છે