પુણા: દિવાળીને લઈ શહેર પોલીસ એકશનમાં,ડીસીપીની ઉપસ્થિતિમાં પાલ ખાતે ફૂટ પેટ્રોલિંગ અને જ્વેલર્સ શોરૂમ ની મુલાકાત,જુવો વિડિઓ
Puna, Surat | Oct 14, 2025 દિવાળી ને હવે માંડ માંડ ગણતરીના દિવસો બાકી છે.શહેરમાં શાંતિ,સુરક્ષા અને સલામતી જળવાય રહે તે માટે શહેર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.જ્યાં પાલ ખાતે ડીસીપી શેફાલી બરનવાલ ની ઉપસ્થિતિમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.એ સાથે ફટાકડા સ્ટોલ ધારકોને ફરજિયાત ફાયર સેફ્ટી અંગે સૂચના આપી હતી.જ્યારે જ્વેલર્સ શોરૂમ માં ફરજિયાતપણ cctv સજ્જ રાખવા માટેની પણ સૂચના આપી હતી.