દસાડા: દસાડા ના છાબલી ગામે રેલવે ટ્રેક પાસે ટાવરના કામમાં વપરાતા વાયરો અને રસ્સીના બંડલ પર તસ્કરોનો રૂ.૪.૨૨ હજારનો હાથ ફેરો
દસાડા તાલુકાના છાબલી ગામે રેલવે ના ટ્રેક પાસે એક ખાનગી લાઇટિંગ કંપની દ્વારા ખાવડા (કચ્છથી) લાકડીયા (અમદાવાદ) સુધીનું હાઈ ટેંશન લાઇટિંગના ટાવર ઉભા કરવાનું કામ ચાલી રહ્યું હતું જેમાં ટાવર નં.23 છાબલી ગામે રાત્રે કામ પત્યા બાદ સામાન ટાવર પાસે પડેલ હતો જેમાં સાઇટ સુપરવાઇઝરે રાત્રે તપાસ કરતા 10 બંડલ કાંડક્ટર બીટ વાયર અને 8 બંડલ રસ્સી ગાયબ જોવા મળતા સમગ્ર બાબતે કંપનીના ડેપ્યુટી જીએમ દ્વારા બજાણા પોલીસ મથક ફરિયાદ નોંધાવવામાં આવી.