ગોધરા: તાલુકાના બેટીયા ગામ પાસે કારચાલકે બાઇકચાલકને અડફેટે લઇને ઈજાઓ પહોંચાડી હતી.
ગોધરા તાલુકાના બેટીયા ગામ નજીક 20 ઓક્ટોબરે એક કારચાલકે બાઈકચાલક સુરેશકુમાર બુધસિંહ પરમારને અડફેટે લીધા હતા. સુરેશકુમાર ગોધરાથી અમદાવાદ તરફ નોકરીએ જઇ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી મધ્યપ્રદેશ પાસિંગ કારની ટક્કરથી તેઓ રોડ પર ફેંકાઈ ગયા હતા. તેમને માથા અને ખભા પર ઈજાઓ પહોંચી હતી અને તેમની બાઈકને નુકસાન થયું હતું. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને સુરેશકુમાર પરમારે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે