ભરૂચના નંદેલાવ ગામની આંગણવાડી પાછળ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી કન્ટ્રોલ રૂમમાંથી જાણ થતાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી રોકડા મળી કુલ 12 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુગારી કરણ નારૂ નિનામા,કિશન વસાવા અને યોગેશ વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય પાંચ જુગારીયાઓ ફરાર થઇ ગયા હતા.