વિસનગર શહેરમાં પોતાની દિકરી સાથે પતિથી અલગ રહેતી 26 વર્ષીય યુવતીને ગત 15 ડિસેમ્બરના રોજ રાત્રે બાઇક લઇને અાવેલ પતિ અને તેના મિત્રઅે ભરણપોષણનો કેસ પાછો ખેંચવાનું કહી ધમકી અાપી તેમજ ગડદાપાટુનો માર માર્યાની તેમજ તેના મિત્રને શારિરીક અડપલા કર્યાની ફરિયાદ નોંધાવી છે.