હાલોલના ચંદ્રપુરા જી.આઈ.ડી.સી. ફેઝ-૩ વિસ્તારમાં આવેલા એમજી મોટર્સના સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ગુરુવાર બપોરે લાગેલી ભીષણ આગ દસ કલાક બાદ પણ બેકાબૂ છે. હાલોલ, વડોદરા, ગોધરા અને કાલોલ સહિતના વિસ્તારોની 10થી વધુ ફાયર ટેન્ડર ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં તત્પર છે. ગોડાઉનમાં પ્લાસ્ટિક, લેધર અને લાકડાનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ છે. ધુમાડાના ગોટેગોટાથી વિસ્તાર ઘેરાઈ ગયો છે અને વહીવટી તથા પોલીસ તંત્ર સતત નિયંત્રણ માટે પ્રયાસરત છે.