બનાવટી ચલણી નોટોના રેકેટમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા મુખ્ય સૂત્રધારને પંચમહાલ એસ.ઓ.જી. (SOG) પોલીસે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગતવાર માહિતી મે-૨૦૨૫માં મોરવા(હ) તાલુકાના તાજપુરી-વંદેલી રોડ પરથી પોલીસ દ્વારા રઘુવિરસિંહ અભેસિંહ ઘોડ (રહે. વિરણીયા) નામના શખ્સને ₹૫૦૦ ના દરની ૩૬૧ નંગ (કુલ ₹૧,૮૦,૫૦૦) બનાવટી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)