સાયલા: સાયલા લીંબડી, ચુડા તાલુકામાં PGVCL દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું 55 લાખ નો દંડ ફટકાર્યો
સાયલા શહેર તથા તાલુકામાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીની 56 ટીમોએ 500થી વધુ વીજ જોડાણો ચેક કરી 130 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપી પાડી હતી. વીજ ચોરોને 55 લાખનો દંડ ફટકાર્યો હતો.જિલ્લામાં વધતી વીજ ચોરી અટકાવવા માટે પીજીવીસીએલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.