માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાલાલાના
ગ્રામ્ય વિસ્તારોમાં પેચવર્કની કામગીરી કરાઈ
Veraval City, Gir Somnath | Sep 26, 2025
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ચોમાસામાં નુકસાન થયેલા રસ્તાઓને તાત્કાલીક ધોરણે મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગ દ્વારા તાલાલા તાલુકાના રમરેચી, ચિત્રાવડ, હરિપુર, ભાલછેલ રોડ પર ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.