આજરોજ LCB પીઆઇ એન.એન ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ અંજાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી કે કાના વેલાભાઈ બઢીયા ૨હે.બાગેશ્વરીનગર વર્ષામેડી તા.અંજાર પોતાના મકાનથી આગળ બંધ મકાન માં ભા૨તીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા 1,51,550 નો પ્રોહી. મુદામાલ મળી આવતા હાજર ન મળી આવેલ આરોપી કાના વેલાભાઈ બઢીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.