પલસાણા: પલસાણા તાલુકા માહ્યાવંશી સમાજ દ્વારા શરદ પૂર્ણિમા પાંચમો રાસ ગરબા મહોત્સવ કડોદરા ખાતે પૂર્વ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયો
Palsana, Surat | Oct 12, 2025 પલસાણા તાલુકા માહ્યાવંશી પ્રગતિ મંડળ આયોજીત સુરત જિલ્લો શરદ પૂર્ણિમા નિમિત્તે પાંચમો રાસ-ગરબા મહોત્સવ જિલ્લામાં વસતા માહ્યાવંશી સમાજ ના લોકોમાં એકતા જળવાય અને સમાજની મહિલા સંગઠન મજબૂત બને તેવા ઉમદા હેતુ સાથે સતત પાંચમાં વર્ષે શરદ પૂર્ણિમા 2025 રાસ ગરબા મહોત્સવનો શુભારંભ કડોદરા અકળામુખી હનુમાનજી મંદિર હોલ ખાતે રવિવારના રોજ બપોરે માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો