કડી: કડી માર્કેટયાર્ડ માંથી સરકારી અનાજનો ગેરકાયદેસર જથ્થો ઝડપવાનાં મામલે પેઢીનાં માલિક સામે ફરીયાદ,સીઝ કરેલો જથ્થો પણ ગાયબ
Kadi, Mahesana | Nov 15, 2025 કડી APMC માં સરકારી અનાજ ના કાયદેસર જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.કડી મામલતદાર માધવી પટેલે માર્કેટ યાર્ડની દુકાન નંબર 15 અને 17 ના માલિક અને સંચાલક વિરુદ્ધ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.તેમજ કુલ રૂ.23,00034 ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.કડી માર્કેટયાર્ડમાં સરકારી અનાજનો જથ્થો હોવાની બાતમીને આધારે ગઈ તારીખ 1 મે 2025 ના રોજ મામલતદાર અને નાયબ મામલતદાર સહિતની ટીમે જય યોગેશ્વર ટ્રેડિંગ કંપની માંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો.