ભાભરના રૂની ગામના પાલડીયા યુવાન જોગેશકુમાર રાજુભાઈ ભારતીય સેનામાં ફરજ નિભાવવા માટે ની તાલીમ સફળતા પૂર્વક પુરી કરી વતન પરત ફરતા સમાજના આગેવાનો યુવાનો માતાઓ બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ જેમાં ભાભર હાઇવે બસસ્ટેશનથી ભવ્ય બાઈક રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા દેશની સેવા માટે સમર્પિત એવા આ વીર જવાનની રેલી રૂની ગામે પહોંચતા સાંસદ ગેનીબેન ઠાકોર સહિત સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો જેમાં સૌએ અભિનંદન પાઠવ્યા