ગુરૂવારના 8 કલાકે પોલીસે આપેલી વિગત મુજબ પારનેરા લીમડા ચોક પાસે એક ફર્નિચરની દુકાનમાં બુધવારના રાત્રિના 9 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ઘટનાને જાણ ફાયર વિભાગ અને 112 પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી. ભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં આગ ચાપી હોવાનો પોલીસ તપાસમાં બહાર આવ્યો છે.હાલ તો આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.