અમદાવાદ શહેર: સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિજનોએ કર્યો હોબાળો
આજે સોમવારે 10.30 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના સગા અને પરિજનોએ હોબાળો કર્યો હતો.સિક્યુરીટી દ્વારા માર મરાતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.ન્યાયની માંગ સાથે પરિવાર સિવિલ પહોંચ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો.