માંગરોળ: વાંકલ ગામે તુલસી વિવાહની ભક્તિભાવ અને આનંદ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ
Mangrol, Surat | Nov 3, 2025 માંગરોળ તાલુકાના વાંકલ ગામે તુલસી વિવાહની ભક્તિભાવ અને આનંદ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રતિ વર્ષ વાંકલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે સંતોષભાઈ મેસુરીયા ને ત્યાંથી ભગવાન વિષ્ણુજી ની શાલીગ્રામ સ્વરૂપે વિવાહ માટે જાન નીકળી હતી અને સંજયભાઈ દેસાઈ ને ત્યાં જાન આવી પહોંચ્યા. સ્વાગત કરાયું હતું. પરંપરા મુજબ ભગવાન શાલીગ્રામ અને તુલસીજી ના વિવાહ કરાવાયા હતા