પાલીતાણા શહેરના નજરબાગ વિસ્તારમાં ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ‘અમૃત મિત્ર યોજના’ અને NULMના સંયુક્ત ઉપક્રમે Women for Trees Campaign અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ અભિયાનમાં સ્વ-સહાય જૂથોની બહેનોએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણમાં ભાગ લીધો. પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા સ્ટાફ અને NULM ટીમના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો.