હાલોલ: હાલોલ નગરના વોર્ડ નં 6 માં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં મન કી બાત નિહાળવાનો કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનના રેડિયો શો, મન કી બાતનો 127મો એપિસોડ આજે રવિવારે સવારે 11 કલાકે પ્રસારિત થયો હતો જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી અને લોકોને ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરી હતી જે અંતર્ગત હાલોલ નગરના વોર્ડ નં 6 માં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં મન કી બાત નો લાઇવ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમા શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ નગર પાલિકાના સભ્યો અને ભાજપા અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા