ગોધરા: પંચમહાલમાં વિદેશી દારૂના ગેરકાયદે હેરફેર કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર.
પંચમહાલ જિલ્લામાં વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવાના ગંભીર ગુન્હામાં ઝડપાયેલા આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે ભલો રંગીતભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જિલ્લાની છઠ્ઠી એડીશનલ સેશન કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે., ફરીયાદ મુજબ, તા 10 નવેમ્બરના રોજ ડેમલી ગામે નવુ મુવાડા ફળીયા વિસ્તારમાં પોલીસે દારૂના ગેરકાયદેસર જથ્થાની હેરફેર થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આરોપીઓએ એકબીજાની મદદથી ગુનાહિત કાવતરૂ રચી નંબર વિનાની ઈકો કારમાં વિદેશી