રાપર: જાટાવાડાની સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં ગંભીર પરિસ્થિતિ વચ્ચે સફળ પ્રસૂતિ કરાવી માતા બાળકનો જીવ બચાવાયો
Rapar, Kutch | Oct 29, 2025 આશાબેન રતનભાઈ વાઘેલાને પ્રસુતિની પીડા ઉપડતા રાપરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાંથી રામબાગ હોસ્પિટલ ગાંધીધામ રીફર કરવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સના EMT સેજલ બારીયા, પાયલોટ શક્તિસિંહ જાડેજાને કોલ મળતાં તરત જ સર્ભાને લઈને રામબાગ હોસ્પિટલ નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જ ચીરઈ અને ચોપડવા વચ્ચે પ્રસુતિની પીડા વધતા એમ્બ્યુલન્સમાં જ સફળતા પૂર્વક પ્રસૂતિ કરાવી હતી