વઢવાણ: દાલમિલ રોડ પર જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા પોલીસે મુદ્દામાલમાં માત્ર રોકડ રકમ કબજે કરતા પોલીસની કામગીરી સામે સવાલો
સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે દાલમિલ રોડ પર સાગર કચોરી પાસે દરોડો કરી જુગાર રમતા સાગર કાળુભાઈ બોહરિયા, પંકજ જેમલભાઈ ખાંભલા, દિનેશ કરમશીભાઈ મકવાણા અને લાલજી પુનાભાઈ લાંબારિયાને રોકડ રૂપિયા 10040 સાથે ઝડપી લીધા હતા પોલીસે જુગારના દરોડામાં માત્ર રોકડ રકમ કબજે કરી હતી પરંતુ મોબાઈલ સહિત અન્ય કોઈ મુદ્દામાલ જપ્ત કરવામાં ના આવતા એ ડિવિઝન પોલીસની કામગીરીને લઈને શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.