ભિલોડા: ભીલોડાના નવીન વાંકાટીમ્બા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પશુદવાખાનું ધારાસભ્ય હસ્તે ઉદ્ધઘાટન કરાયું.
ભીલોડાના વાંકાટીમ્બા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પશુદવાખાનું ભિલોડા ના ધારાસભ્ય પી સી બરંડા ના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ જયેશ પરમાર,તાલુકા આરોગ્ય અધિકારી ડૉ વી સી ખરાડી ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા,સરપંચ વાંકાટીમ્બા,સહીત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યો હતો.આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પ્રારંભ થવાથી અંતરિયાલ વિસ્તારના 10 ગામોના લોકો ને આરોગ્ય ની સેવાઓ પ્રાથમિક સુવિધાઓ ઘર આંગણે લાભ મળશે.