ગાંધીધામ એ ડિવીઝન પોલીસે ડીજીપી દ્વારા 100 કલાકમાં ડ્રાઈવ અંતર્ગત રાષ્ટ્ર વુરોધી પ્રવૃતી કરતા અસામાજિક તત્વો પર શિક્ષાત્મક કાર્યવાહી કરીને કુલ 63 ગુનાના આરોપીને ચેક કર્યા હતા. જેમાંથી ગાંધીધામ એ ડિવીઝન પોલીસે જેમની સામે ગુનો નોંધાયો છે તે જુમા ઈબ્રાહિમ રાયમા,ઈરફાન જુમાભાઈ રાયમા, હરજી મુળજીભાઈ દેવીપુજક, કરમશીભાઈ દેવીપુજક, નરેશભાઈ ગલાલભાઈ દેવીપુજકને ગેરકાયદેસર વીજ જોડાણ સાથે પકડીને કુલ 2.50 લાખનો દંડ ફટકારાયો હતો.