ગોધરા: ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં હેર સલૂનમાં ગ્રાહકની સોનાની ચેન ચોરી, આશરે રૂ. ૯૭ હજારનું નુકસાન.
ગોધરામાં હેર સલૂનમાં ગ્રાહક સાથે ચોરીની ઘટના બની. વિકેશકુમાર શ્રીમાળી વાળ-દાઢી કરાવવા ગયા હતા, ત્યારે કારીગરે સફાઈના બહાને તેમની સોનાની ચેન અને પેન્ડલ ઉતરાવી ટેબલ પર મુકાવ્યા. બાદમાં આંખો બંધ કરાવી ઠંડક આપવાના બહાને કારીગર ફરાર થઈ ગયો. તપાસમાં સીસીટીવી ફૂટેજ પરથી કારીગર સાહીદ મન્સુરી દ્વારા ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું. અંદાજે ૨૪ ગ્રામ સોનાની ચેન-પેન્ડલ કિંમત રૂ. ૯૭,૦૦૦ની ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે.