જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં એસટી ડેપો ખાતે લોકોએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લીધી
Veraval City, Gir Somnath | Sep 25, 2025
' સ્વછતા હી સેવા’ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં વેરાવળ ડેપો બસ સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ શ્રમયજ્ઞમાં ડેપોના કર્મચારીઓ તેમજ એસ.ટી વિભાગના કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો સહભાગી થયાં હતાં અને ડેપોના લાયઝન અધિકારીશ્રીની આગેવાનીમાં દૈનિક સફાઈ ઝુંબેશ સતત ચાલુ રહે અને સફાઈની ગુણવત્તા જળવાઈ એ પ્રકારે કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.