સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એક બરફની ફેક્ટરીના મકાનમાં ફ્લેશ ફાયર થતાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી ત્રણ યુવતીઓમાંથી સારવાર દરમિયાન બે યુવતીના મોત નીપજ્યા છે, જ્યારે એક યુવતીની હાલ સારવાર ચાલી રહી છે.આ ઘટના ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં બની હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે રિન્કી અને ભાગ્યશ્રી બંને બહેનો એક જ મકાનમાં રહે છે, અને સાલુબેન તેમના ઘરે કામ માટે ગયા હતા.