ગાંધીધામ: ઝંડા ચોક વિસ્તારમાં ઇન્સેનલી ઇન્ડિપેન્ડન્ટ ટ્રસ્ટ દ્વારા"વોકલ ફોર લોકલ"અંતર્ગત નાના વિક્રેતાઓ પાસેથી ખરીદી કરાઈ
આજે ઇન્સેનલી ઇન્ડિપેન્ડન્ટ ટ્રસ્ટ દ્વારા મીઠાઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું."વોકલ ફોર લોકલ" ને આગળ ધપાવતા,સ્થાનિક નાના વિક્રેતાઓ પાસેથી દીવા, તોરણ, રંગોળીના રંગો અને સજાવટની વસ્તુઓ ખરીદવામાં આવી હતી અને તે જ વિક્રેતાઓને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.વિક્રેતાઓએ ઘણા આશીર્વાદ આપ્યા આ પ્રોજેક્ટમાં ફાઉન્ડર ડોક્ટર સુનિતા દેવનાની, ભગવાનદાસ ભોજવાણી,વીણા ભોજવાણી, મિસ ચાહત ભોજવાણી, દીપેન જોડ સહિત સમગ્ર ટીમ હાજર રહી હતી.