પાટડી નગરપાલિકાના ચીફ-ઓફિસર રઘુભાઈ ખાંભલાએ પાટડી નગરમાં દુકાનો ધરાવતા વેપારીઓ સાથે પાલિકાના મિટિંગ હોલમાં બેઠક યોજી હતી જેમાં પ્લાસ્ટિક ના ઉપયોગ પર પ્રતિબંધ સાથે ગુમાસ્તા ધારાની અમલવારી કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા ત્યારે ગુમાસ્તા ધારા નિયમનો ભંગ કરનાર પાસેથી 500 રૂપિયા દંડ પેટે વસુલવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું ત્યારે પાલિકાના આ નિર્ણયને વેપારીઓએ પણ વધાવ્યો હતો.