અમદાવાદ શહેર: અમદાવાદમાં 3 લાખમાં 1BHKના માલિક બનવાની તક, PM આવાસ યોજના માટે ફોર્મ ભરવાનું શરૂ
અમદાવાદ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સપનાનું ઘર ખરીદવાની વધુ એક તક છે. અમદાવાદમાં મકરબા, ઈશનપુર, થલતેજ, અસલાલી, સોલા, ગોતા, ઓઢવ, નાના ચિલોડા, નરોડા, નિકોલ તથા સૈજપુરમાં ખાલી EWS કેટેગરીના ફેઝ- 4, 5, 6, 7, 11ના ખાલી આવાસોનો ડ્રો કરવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ તમામ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાય યોજનાના 1577 જેટલા મકાનો ખાલી છે.