જામનગર: ધ્રાંગડા ગામની સીમમાં જાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યાની એક સામે પોલીસ ફરિયાદ નોંધાય
જામનગર તાલુકાના ધ્રાંગડા ગામે રહેતા વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી, ફરિયાદીએ રેતી ચોરીની ફરિયાદ કર્યા હોવાનો વહેમ રાખી જાણી જોઈને એક શખ્સ દ્વારા કાર વડે અકસ્માત કરાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કરી મારવામાં આવ્યો હોવાનું પોલીસ મથકમાં જાહેર કરાયું છે.