કનેવાલ તળાવની વચ્ચે આવેલા બે ટાપુઓ પર અનેક વ્યક્તિઓ દ્વારા અનઅધિકૃત રીતે રહેઠાણ બનાવવામાં આવ્યા હતા. સિંચાઈ વિભાગ દ્વારા ગત તારીખ 30 અને 31 ડિસેમ્બરના રોજ આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જે વ્યક્તિઓ પૈકી જેમની પાસે ગામમાં પોતાના માલિકીનું કોઈ રહેઠાણ કે મકાન નથી, તેમને રહેવા માટે પ્લોટ આપવાનો નિર્ણય લેવાયો છે. વલ્લી ગ્રામ પંચાયતે આવા અસરગ્રસ્તોને 50 ચોરસ મીટરના રહેઠાણના પ્લોટ ફાળવવા માટે સહમતી દર્શાવી છે.