પલસાણા: શહીદ ભગતસિંહ યુથ બ્રિગેડ કડોદરા દ્વારા કચ્છ કડવા પાટીદાર સમાજ ભવન ખાતે છઠ્ઠો રક્તદાન શિબિરમાં 410 બોટલ એકત્રિત થઈ.
Palsana, Surat | Sep 14, 2025 ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે શહીદ ભગતસિંહ યુથ બ્રિગેડ કડોદરા સુરત દ્વારા 14 સપ્ટેમ્બર 2025 ને રવિવારના રોજ છઠ્ઠા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપ્ર ફાઉન્ડેશન, કે કે પી યુથ ક્લબ, ભાદરા જનસેવા ટ્રસ્ટ, હરિયાણા સર્વ સમાજ ટ્રસ્ટ, શ્રી સાલાસર બાલાજી સુંદરકાંડ મંડળ કડોદરા, રાષ્ટ્રવાદી યુવા વાહિની બારડોલી, તથા કડોદરા ટ્રાન્સપોર્ટ એસોસિએશનનાં સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.