માંડવી: ગુર્જર જૈન સમાજે દેવ-દિવાળી માનવસેવાથી ઉજવી: જરૂરિયાતમંદ સાધર્મિકોને રૂ. 1.15 લાખની રાશનકીટ અપાઈ
Mandvi, Kutch | Nov 3, 2025 માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચે દેવ-દિવાળીનો પવિત્ર તહેવાર માનવસેવાથી ઉજવ્યો હતો. સેવા, સ્નેહ અને સમર્પણના સિદ્ધાંતને વરેલી આ સંસ્થાએ રવિવાર, 2 નવેમ્બરના રોજ માંડવીના જરૂરિયાતમંદ સાધર્મિકોને પરિવાર દીઠ પાંચ હજાર રૂપિયાની મનપસંદ રાશનકીટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ રૂ. 1.15 લાખનો ખર્ચ થયો હતો.