ચુડા: ચુડા તાલુકા ના નવી મોરવાડ ગામે બાઇક લઇ પસાર થઈ રહેલા યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો કરી માર મારી ધમકી ની ફરીયાદ નોંધાઇ
ચુડા તાલુકા ના નવી મોરવાડ ગામે રહેતા સહદેવ નરશી કોઠારીયા કોળી પટેલે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેમના ગામના જીવણ જાદવ માત્રણીયા એ અગાઉ ના ઝઘડા નુ મનદુઃખ રાખી બાઇક ઉભુ રખાવી ધારદાર હથિયાર વડે માથાના ભાગે હુમલો કરી માર માર્યા ની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી સહદેવ નરશી ને ગંભીર ને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.