મુન્દ્રા: શાસ્ત્રી મેદાન પાસે ર્ટીગા ચાલકે 60 વર્ષીય વૃધ્ધને ટક્કર મારતા મોત નિપજ્યું
Mundra, Kutch | Oct 27, 2025 મુન્દ્રાના શાસ્ત્રી મેદાન પાસે એક માર્ગ અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે. બપોરના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એર્ટીગા કારે તેમને ટક્કર મારી હતી. મૃતકનું નામ દાઉદ અબુબખર જુણેજા (ઉ.વ. 60) છે, જે સુખપર, મુન્દ્રા-કચ્છના રહેવાસી હતા. તેઓ શાસ્ત્રી મેદાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા જુણેજાને તાત્કાલિક CHC મુન્દ્રા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.