વ્યારા: વ્યારા તાલુકાના સરૈયા ચાર રસ્તા નજીકથી ધમોડી ગામની પરણિતા ગુમ થતા ફરિયાદ નોંધાઈ.
Vyara, Tapi | Sep 15, 2025 વ્યારા તાલુકાના સરૈયા ચાર રસ્તા નજીકથી ધમોડી ગામની પરણિતા ગુમ થતા ફરિયાદ નોંધાઈ.તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 3 કલાકે મળતી માહિતી મુજબ સરૈયા ચાર રસ્તા નજીકથી ધમોડી ગામની પરણિતા સુશીલાબેન અનિલભાઈ ગામીત વ્યારા ખાતે દીકરીને નાસ્તો આપવા જવાનું કહી નીકળી હતી.બાદમાં સરૈયા ચાર રસ્તા નજીકથી ગુમ થઈ જતા સગા સબંધી ને ત્યાં તપાસ કરતા નહીં મળી આવતા પતિ અનિલ ગામીત એ વ્યારા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.