વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લાગ્યું,છેલ્લા એક અઠવાડિયાથી 3 નંબરનું સિગ્નલ લાગ્યું હતું જેને હટાવાયુ
Veraval City, Gir Somnath | Oct 6, 2025
વેરાવળ બંદરે છેલ્લા એક અઠવાડિયાથી 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.જેને હટાવીને આજે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.નોંધનીય છે કે છેલ્લા 2 દિવસથી સંભવિત વાવાઝોડાને પગલે બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત રાખી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.ત્યારે આજરોજ 3 નંબરનું સિગ્નલ ઉતારી અને 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.