ભુજ: જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા SIRના ભાગરૂપે મુસદ્દા મતદારયાદીમાં કુલ ૨,૧૪,૧૭૫ મતદારોના નામ કમી કરાયા
• કચ્છ જિલ્લામાં કુલ ૬ વિધાનસભા મતવિસ્તાર આવેલ છે ૦૧-અબડાસા,૦૨-માંડવી,૦૩-ભુજ, ૦૪-અંજાર, ૦૫-ગાંધીધામ(અ.જા) અને ૦૬-રાપર વિધાનસભા મતવિસ્તારની વર્ષ-૨૦૨૫ની મતદારયાદી મુજબ જિલ્લામાં કુલ ૧૬,૯૦,૫૮૪ મતદારો નોંધાયેલા હતા. આજ રોજ પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદી મુજબ જિલ્લામાં કુલ-૧૪,૭૬,૪૦૯ મતદારો નોંધાયેલ છે. આમ, તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ ની લાયકાત તારીખના સંદર્ભમાં, કચ્છ જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR–૨૦૨૬) ના ભાગરૂપે મુસદ્દા મતદારયાદીમાં કુલ