દસાડા: પાટડી શહેરમાં અગાઉની વાતના મનદુઃખમાં તલવાર અને લોખંડના હથિયારો સાથે હુમલો : બે લોકોને પહોંચી ઇજાઓ
દસાડા તાલુકાના પાટડી શહેરના બાજપાઈ નગર ખાતે લોખંડના પાઇપ અને હથિયાર વડે હુમલાની ઘટના નોંધાવા પામી હતી જેમાં જૂની વાતનું મનદુઃખ રાખી અને ત્રણ લોકો દ્વારા લોખંડના પાઇપ અને તલવાર જેવા હથિયારો થી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા જે હુમલામાં બે વ્યક્તિઓને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હતી અને એક મહિલા અને વ્યક્તિને સામાન્ય ઇજાઓ થતા સમગ્ર મામલો પાટડી પોલીસ મથકે પહોંચ્યો હતો.